સંજેલી થી સિંગવડ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર બે બાઇકો નો થયો અકસ્માત
પિછોડા મુખ્ય માર્ગે બે બાઈકનો સામ સામે ભટકાતાં અકસ્માત થયો હતો
બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓ ને 108 મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા
જેમાં બે બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓમાંથી બેને ગંભીર ઇજા થઇ હતી
બાઈક ઉપર સવાર બેને ગંભીર ઇજાઓમાં વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ ખાતે ખસેડાયા છે
ત્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે .
પરિવારજનો ને ઘટનાની જાણ થતાં જ દોડી આવ્યા હતા .
અકસ્માતમાં ગંભીર ઈજાઓ ના કારણે દીકરાના મરણની વાત જાણ થતા જ પરિવાર પર આભ ફાટી પડયું હતું
ઘટના સંદર્ભે સંજેલી પોલીસને જાણ થતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હોવાનું હાલ જણાવવા મળ્યું છે