વાપીમાં ઉછીના આપેલા નાણાં માંગવા જતા નાનાભાઇએ મોટાભાઇનું ઢીમ ઢાળી દીધુ, Breaking News 1

Spread the love

વાપીમાં ગઇકાલે શુક્રવારે રાત્રે ઉછીના આપેલા રૂ.200 પરત માંગતા નાનાભાઇ મોટાભાઇ પર લાકડા અને પથ્થર વડે હુમલો કરતા ઘટના સ્થળે મોત થયું હતું

વાપીમાં ગઇકાલે શુક્રવારે રાત્રે ઉછીના આપેલા રૂ.200 પરત માંગતા નાનાભાઇ મોટાભાઇ પર લાકડા અને પથ્થર વડે હુમલો કરતા ઘટના સ્થળે મોત થયું હતું. ઉછીના આપેલા નાણાં માંગવા જતા નાનાભાઇએ મોટાભાઇનું ઢીમ ઢાળી દીધુ હતું. વાપીના કોળીવાડમાં ગઇકાલે શુક્રવારે રાત્રે ઉછીના આપેલા રૂ.200 પરત માંગતા નાનાભાઇ મોટાભાઇ પર લાકડા અને પથ્થર વડે હુમલો કરતા ઘટના સ્થળે મોત થયું હતું.

વાપીના કોળીવાડમાં આવેલી પીનલ ડી પટેલની ચાલીમાં મોહંમદ લતીફ મુરીદે મન્સુરી પરિવાર સાથે રહેતો હતો. ગઇકાલે શુક્રવારે મોડી સાંજે લતીફ મન્સુરીએ બાજુમાં રહેતા નાનાભાઇ સફીક મન્સુરીની પત્નીને ઉછીના આપેલા રૂ.200 પરત આપવા જણાવ્યું હતું.

વાપીમાં

જો કે સફીકની પત્નીએ ગાળાગાળી કરી ઝઘડો કરી રૂમમાં ચાલી ગઇ હતી. રાત્રે સફીક ઘરે આવ્યો ત્યારે પતિ વાત કરી હતી. બાદમાં સફીક બાજુમાં રહેતા મોટાભાઇ લતીફના ઘરે ગયો હતો. સફીકે મોટાભાઇને મારી પત્ની સાથે કેમ બોલાચાલી કરી ? એમ કહી ગાળો આપી ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા સફીકે લાકડા વડે મોટાભાઇ પર હુમલો કરી તેને ઘસડી ઓટલા પર લાવી પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હતો.

ઘટનાની જાણ થતા ચાલી માલિક સહિત લોકો દોડી ગયા હતા. જો કે માથાના ભાગે ગંભીર ઇજા થતા લતીફ અન્સારીનું (ઉ.વ.40) ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસ પણ દોડી ગયા બાદ લાશનો કબજો લઇ ચલા સીએચસીમાં મોકલી દીધી હતી. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. માત્ર રૂ.200ના મુદ્દે મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *