કેન્દ્ર સાથે ગુજરાત ભાજપે પણ લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે કોંગ્રેસ પણ આળસ મરડીને બેઠી થઈ છે.
લોકસભા 2024ની ચૂંટણી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટી અને ચૂંટણી કમિટીના સદસ્યોની બેઠક આયોજિત થઈ.
ગુજરાતના પ્રભારી મુકુલ વાસનીક, સંગીતા તાઈ સાથે પરગટ સિંહ ઉપસ્થિત રહયા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની ઔપચારિકતા પણ હાથ ધરવામાં આવશે.
આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, રાજ્ય સભા સાંસદ અમીબહેન યાજ્ઞિક, રાજ્યસભા સાંસદ નારણ રાઠવા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ, ધારાસભ્ય અમિત ચાવડા, જીગ્નેશ મેવાની,વિમલ ચુડાસમા,સિદ્ધાર્થ પટેલ,ગેની બહેન ઠાકોર, જગદીશ ઠાકોર ઉપસ્થિત રહયા છે.
આ બેઠક માટે ઉપસ્થિત રહેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા મીડિયા સાથે વાત કરવા રાજી ન થયા. ઉલ્લેખનીય છે કે,1 સપ્તાહથી મોઢવાડીયા સહિતના કેટલાક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાવાની અટકળો તેજ છે.