લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 231PIની બદલી | breaking news 1

Spread the love

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 231PIની બદલી

લોકસભા ચૂંટણી પહેલા 43 હથિયારધારી અને 551 બિન હથિયારધારી પીએસઆઈની એકસાથે બદલી
આ ઉપરાંત 232 બિન હથિયારધારી પીઆઈની બદલીના આદેશ

PSI and PI Transfer in Gujarat : દેશમાં આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે અને સરકારી અધિકારીઓની બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ગઈકાલે નાયબ સચિવ કક્ષાના અને તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાયા બાદ હવે ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અને મામલતદારોની બદલી કરવામાં આવી હતી.

રાજ્યમાં PI, PSIની બદલી કરવામાં આવી

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 43 હથિયારધારી પીએસઆઈ, 551 બિન હથિયારધારી પીએસઆઈની એકસાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 232 બિન હથિયારધારી પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે આ બદલીઓના આદેશ કર્યા છે. પોલીસ અધિકારીઓને એક શહેરથી બીજા શહેર મોકલાયા છે. હવે આઈપીએસ અધિકારીઓની પણ બદલી થવાની શક્યતા છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો આવનારા દિવસોમાં થાય તો નવાઈ નહીં.

અગાઉ પણ અનેક અધિકારીઓની બદલી કરાઈ હતી

ગઈકાલે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 18 નાયબ સચિવ કક્ષાના વર્ગ-1ના અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. તો ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ તરીકે ફરજ બજાવતા 25 તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે. તેમજ આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી વહીવટી હિત માં બદલી કરાઈ છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાંથી કુલ 50 IAS અધિકારીઓની બદલી કરાઈ હતી.

Link 1

Link 2


Spread the love
  • Related Posts

    NFI Special Podcast :યોગના આ નિયમો જાણી લો, થશે ફાયદો..!! Episode 4

    Spread the love

    Spread the loveNFI Special Podcast :જાણો અમારા ખાસ કાર્યક્રમ NFI પોડકાસ્ટમાં યોગની ખાસ વાતો અને ફાયદાઓ યોગના એક્સપર્ટ પાસેથી…..! NFI Special Podcast :યોગએ એક પ્રાચીન પ્રથા છે જેનો ઉદ્દભવ ભારતમાં…


    Spread the love

    Himachal Pradesh News :ટ્રેકિંગ દરમિયાન છોકરા-છોકરીના મોત, પાલતુ કૂતરો 48 કલાક સુધી લાશની રક્ષા કરતો રહ્યો

    Spread the love

    Spread the loveHimachal Pradesh News :આ અકસ્માત બીર બિલિંગમાં થયો હતો, મૃતક ટ્રેકર્સની ઓળખ પઠાણકોટ, પંજાબના અભિનંદન ગુપ્તા અને પુણેના પ્રણિતા વાલા તરીકે કરવામાં આવી છે. Himachal Pradesh News :હિમાચલ…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *