માંગરોળનાં શેપા ગામે થોડા દિવસો પહેલા હીટ એન્ડ રન ના બનાવમાં માંગરોળ પોલીસને મળી સફળતા, ખનીજ ચોરી કરી બેફામ ચલાવતા ટ્રેક્ટર ચલાકને પકડી પાડયો,
શેપા હુશેનાબાદ રોડ પર થોડા દિવસો પહેલા અકસ્માતમાં એક વ્યક્તિ નો ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત થયુ હતું, જે વ્યક્તિ નો મોત થયું હતું તે બે દિવસ પહેલા મુતક દ્વારા ટ્રેક્ટરો ધીમે ચલાવવા ખનીજમાફિયાઓ ને રજૂઆત પણ કરી હતી તેમ મુર્તક ના પરીવારનો કહેવું છે,
ખનીજ માફિયાઓ દ્વારા રજૂઆત કરનાર નેજ કચડી નાખ્યા હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે આ બાબતે
શેપા ગામ માં છેલ્લા આઠ માસથી ખનીજ ચોરી થતું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે
ખનીજ ચોરી કરી બેફામ રીતે ટ્રેક્ટર ચાલતા હોવાના સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે
ત્યારે શેપા ગામના સરપંચને પૂછતા જણાવ્યું હતું કે અમારા ગામમાં કોઈ પ્રકારની ખનીજ ચોરી થતી નથી તેવું જણાવ્યું પોતાનો લૂલો બચાવ કર્યો હતો
આઠ માસ જેટલા સમયથી ગામના જઝાપામાં આવેલ તળાવમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું છે ,ગ્રામ પંચાયતની નજીક આવેલ આ તળાવમાંથી 10 થી 15 ફૂટ જેટલું ઉંડે સુધી ખોદકામ કરી ખનીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતા ગામના સરપંચને નજરે જ નહિ ચડ્યું હોય કે પછી કોઈ બીજી બાબત છે ?