મણીનગર BRTS બસ સ્ટેશન પાસે બાઇક નો અકસ્માત થતાં આગની ઘટના.
અમદાવાદમાં મણીનગર રેલ્વે સ્ટેશન બહાર B.R.T.S બસ સ્ટેશન પાસે એક બાઈક ચાલક નું બાઇક આકસ્મિક સ્લીપ મારતાં બાઈક ઉપર ચાલક એક પુરુષ અને એક મહિલા સવાર હતા આ બાઈક સ્લીપ થતાં બાઇકમાં થી અચાનક વધુ માત્રામાં પેટ્રોલ લીકેજ થયું હતું અને બાઈક જે જગ્યાએ સ્લીપ મારું ત્યાં નજીકમાં અયોધ્યામાં રામ મંદિર ના કાર્યક્રમ ને લઈ આતિશબાજી ચાલી રહી હતી તે સમયે બાઈક ચાલક અને બાકી ઉપર સવાર ઇસમ અને મહિલા પડી ગયા બાદ અચાનક બાઈક માં આગ ની ઘટના સર્જાઈ હતી અને બાઈક ઉપર બને સવાર વ્યક્તિઓ આગ ની ઘટના સર્જાતા સુરક્ષિત રીતે ચાલ્યા ગયા હતા ,
આ બાઈક ની આગની ઘટનાની ગંભીર હોય ઘટનામાં મોટું સ્વરૂપ ધારણ કરે કે વધારે મોટું કોઈ નુકશાન થાય એ પહેલા કેટલાક યુવકો દ્વારા પાણી નો છંટકાવ કર્યો હતો પણ આ કાબૂમાં ના આવતા મણિનગર TRB ના એક સતર્ક જવાન સંદીપ સિમ્બા ટ્રાફિક ચોકી ઉપર થી રેલ્વે સ્ટેશન ઉપર જઈ બેંક ના ATM માંથી (ફાયર એકઝિસ્ટનટ ) અગ્નિશામક ની બોટેલ લઈ આવી તે અગ્નિશામક ઉપિયોગ પોતાના જીવ ના જોખમે કરી બાઈક માં લાગેલ આગ ને ગણતરી ની સેકંડો માં કાબુ કરી લીધી હતી અને સ્ટેશન વિસ્તારમાં સૌ કોઈ એ ઘટના ટળી જતાં હાશકારો અનુભવ્યો હતો,
આ બાઈક ની આગ ની ઘટનામાં બાજુમાં ઊભેલી BRTS બસ ને પણ તાત્કાલિક આગળ લઈ જવા માટે જાણ કરવામાં આવી હતી,
આ બાઈક ના આગળ ના ભાગે આગ થી નુકશાન થવા પામ્યું છે, મહિલા ના પગમાં સામાન્ય ઇજા ની માહિતી મળેલ છે.