ગુજરાતી કલાકારે ફેસબુક પર પોસ્ટ મૂકી કહ્યું, ગાંધીનગર ફિલ્મ ફેર એવોર્ડમાં બિયરની લિજ્જત માણી, એવોર્ડ ફંક્શન સારું હતું પણ બિયર અને વેજ નોનવેજ જમવાનું ટોપ હતું
ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલ ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમમાં અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મફેર એવોર્ડ સમારોહ વખતે ગિફ્ટ સિટી કલબમાં કલાકારોથી માંડીને આમંત્રિતો માટે દારૂની મહેફિલ જોવા મળી હતી.
આ બધાની વચ્ચે એક ગુજરાતી કલાકારે ફેસબુક પર પોસ્ટ મૂકી દારૂ પીવાની કબૂલાત કરી છે. વિગતો મુજબ ગુજરાતી કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એ વાતની કબૂલાત કરી કે, ઇતિહાસમાં પહેલીવાર ગુનાઇત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો.
રાજ્ય સરકારે તાજેતરમાં જ ગાંધીનગરના ગિફ્ટસિટીમાં અનેક શરતો સાથે દારૂ પીવા છુટ આપી છે. ગિફ્ટ સિટીમાં યોજાયેલ ફિલ્મફેર એવોર્ડમાં આમંત્રિત ગુજરાતી કલાકારોએ પણ હાજરી આપી હતી.
આ દરમિયાન હવે ગુજરાતી કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એવી કબૂલાત કરી કે, ઈતિહાસમાં પહેલીવાર ગુનાહિત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો. ગિફ્ટસિટી, ગાંધીનગરમાં ફિલ્મ ફેર એવોર્ડમાં બીઅરની પણ લિજ્જત માણી. એવોર્ડ ફંકશન સારુ હતું પણ બિયર જ નહીં, વેજ-નોનવેજ જમવાનુ ટોપના પેટનું હતું. ગુજરાતી કલાકારે દારૂ પીવાનો આનંદ માણ્યો તે અંગે નિખાલસ કબૂલાત કરી હતી.