તાપી જિલ્લા કક્ષા પ્રજાસત્તાક દિનની સોનગઢ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.
તાપી જિલ્લા કલેકટર હસ્તે પ્રજાસત્તાક દિન ધ્વજવંદનમા તાપી જિલ્લા વિકાસ અધિકારી,તાપી જિલ્લા પોલીસ અધિક્ષક,નિવૃત્ત સૈનિકો, ધારાસભ્યો અને પદ્મશ્રી રમીલાબેન ગામીત ઉપસ્થિત રહ્યા.

વિવિધ કૃતિઓ સાથે શાળા કોલેજ ના બાળકો પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માં જોડાયા.
સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.
તાપી જિલ્લા કલેકટરે પોતાના ઉદબોધનમાં વિકસિત ભારત, વન સેતુ, આદિમ જૂથ આદિવાસી સમાજના વિકાસ માં સરકારનો ફાળો દરેક યુવા મતદાર ફરજિયાત મતદાન કરે તે તરફ લોકોનું ધ્યાન દોર્યું.
તાપી જિલ્લા કલેકટરે સર્વે જાહેર જનતાને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે દેશ વિકાસ તરફ ગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી.
તાપી જિલ્લા વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોસ રજૂ કરવામાં આવ્યા.