મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલો પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં રવિવારે ભગવાન રામની શોભા યાત્રા પર પથ્થરમારો થયો હતો
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં રવિવારે ભગવાન રામની શોભા યાત્રા પર પથ્થરમારો થયો હતો. જેમા સ્થાનીકોને ઇજા થઇ હતી. આ ઘટનાને રોકવા માં સ્થાનીક પોલિસ તંત્રની અસમર્થતા માટે ખેરાલુ પોલિસ ઇન્સપેક્ટર સિધ્ધાર્થ શ્રીપાલ જવાબદાર ગણી તેમની બદલી કરવામાં આવી છે.

15 આરોપી પૈકી 2 આરોપી સગીર હોવાનું તપાસમાં સામે આવ્યું
મહેસાણાનાં ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ખેરાલુ પીઆઈ સિદ્ધાર્થ શ્રીપાલની સાંથલના પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. પથ્થરમારા મામલે 150 જેટલા લોકોના ટોળા અને 32 લોકો વિરૂદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પકડાયેલા 15 આરોપી પૈકી 2 આરોપી સગીર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
રિમાન્ડ દરમ્યાન નવા ખુલાસા થવાની શક્યતાઓ
પોલીસ દ્વારા 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓના 26 જાન્યુઆરી સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હુમલામાં વપરાયેલા હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પથ્થરમારો પૂર્વ આયોજિત કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીઓનાં રિમાન્ડ દરમ્યાન હજુ પણ નવા ખુલાસા થવાની શક્યતાઓ છે.