ડીસાના વિઠોદર પાસે પીકઅપ જીપડાલુ પલટી ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
અકસ્માતમાં શાકભાજી અને ફ્રૂટ રોડ પર વેર વિખેર થઈ ગયા હતા.જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાર મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો
ડીસા વિઠોદર હાઇવે પર રાત્રે અકસ્માત થયો હોવાની ઘટના બની છે. એક પીકઅપ જીપડાલુ શાકભાજી અને ફ્રૂટ ભરીને પસાર થઈ રહ્યું હતું તે સમયે અચાનક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શાકભાજી અને ફ્રૂટ રોડ પર વેર વિખેર થઈ ગયા હતા.જ્યારે એક વ્યક્તિને ઇજા પણ પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. આ બનાવની જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ઊલ્લેખનીય છે કે શાકભાજી ભરીને અનેક વાહનો ડીસાથી આજુબાજુના ગામડાઓ અને ચેક રાજસ્થાન સુધી પહોંચે છે ત્યારે વેપારી કે માર્કેટયાર્ડમાં તાત્કાલિક પહોંચવાની લ્હાયમાં ઘણી વખત વાહન ચાલકો ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા હોય છે અને તેના કારણે આવા નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે રાત્રિના સમયે શાકભાજીના ભરીને પસાર થતા વાહન ચાલકો સ્પીડ લિમિટમાં વાહનો ચલાવે તો અકસ્માતોની ઘટના અટકી શકે તેમ છે