‘જોરમ’ ફિલ્મની ઓસ્કારમાં એન્ટ્રી | Joram Entry In Oscar library | Great 1

Spread the love

‘જોરમ’ ફિલ્મની ઓસ્કાર લાઈબ્રેરીમાં એન્ટ્રી, મનોજ બાજપેયી ખુશખુશાલ, પોસ્ટ મૂકી ખુશી વ્યક્ત કરી

Joram Entry In Oscar library: ‘જોરમ’ ફિલ્મની ઓસ્કારમાં એન્ટ્રી : મનોજ બાજપેયી અને ઝીશાન અય્યુબની ફિલ્મ ‘જોરમ’ને ગયા વર્ષે દુનિયાભરના વિવેચકોએ પસંદ કરી હતી. જો કે આઠમી ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મનો દેખાવ બોક્સ ઓફિસ પર સારો રહ્યો ન હતો, પરંતુ આ ફિલ્મે હવે મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ ફિલ્મ ઘણાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ હતી, જ્યાં તેને ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ લાઈબ્રેરીએ તેના કોર કલેક્શનમાં ‘જોરમ’ ફિલ્મને સ્થાન આપ્યું છે. હવે આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લે વિશ્વભરના ફિલ્મ નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને સંશોધન માટે ઉપલબ્ધ રહેશે.

જોરમ' ફિલ્મ

ગયા વર્ષે રિલીઝ થયેલી આ થ્રિલર ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ નહોતી કરી શકી

‘જોરમ’ની સિદ્ધિથી મનોજ બાજપેયી ખુશખુશાલ

‘જોરમ’ને ઓસ્કાર લાઈબ્રેરીમાં સ્થાન મળ્યાની ખુશી મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયામાં ખુશી વ્યક્ત કરતી પોસ્ટ મૂકી હતી. આ સાથે જ તેમણે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મે ક્યારેય કોઈ વેલિડેશન માટે કામ નથી કર્યું. હું ફક્ત મારા પેશન માટે જ કામ કરું છું.’

શું છે ‘જોરમ’ ફિલ્મની વાર્તા

આ ફિલ્મમાં મનોજ બાજપેયી દસરુ નામના આદિવાસીનું પાત્ર નિભાવી રહ્યો છે. તેની પત્નીની મુંબઈમાં હત્યા થઇ જાય છે અને હત્યાનો આરોપ તેના પર લાગે છે. આ સ્થિતિમાં તે તેની ત્રણ મહિનાની પુત્રી સાથે તેના ગામ પાછા ભાગી જવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયીના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા, પરંતુ તેનું બોક્સ ઓફિસ કલેક્શન માંડ રૂ. 40 લાખ રહ્યું હતું.

link 1

link 2


Spread the love

Related Posts

Gaza News :ગાઝામાં ઈઝરાયલની એર સ્ટ્રાઈક, 70નાં મોત, Breaking News 1

Spread the love

Spread the loveGaza News :ગાઝામાં ફૂડ પેકેટ્સ અને માનવીય સહાયની રાહમાં લાઈનમાં ઉભા રહેલા લોકો પર એર સ્ટ્રાઈક થઈ હતી Gaza News :ગાઝામાં ફૂડ પેકેટ્સ અને માનવીય સહાયની રાહમાં લાઈનમાં…


Spread the love

Bangladesh Fire News :સાત માળની ઈમારતમાં લાગી ભયંકર આગ, 43 લોકોનાં મોત, Breaking News 1

Spread the love

Spread the loveBangladesh Fire News :ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની એક ઈમારતમાં ભયંકર આગની ઘટના બની હતી. Bangladesh Fire News :ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *