ચોટીલાના ચિરોડા ભાદર ગામે યુવતી ની છેડતી બાબતે મારામારી થઈ જેમાં યુવતીના ભાઈને માથાના ભાગે તેમ જ ખંભાના ભાગે ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે અને ઘટના ના એક કલાક બાદ યુવતીએ ઝેર ગટગટાવી મોત વાહાલુ કર્યું હતુ બાજુ મા આવેલ હડમતિયા ગામનો કરણ ભરતભાઈ પરમાર યુવતી ને હેરાન કરતો હોવાથી ઝેર ગટગટાવ્યુ હોવાનો પરિવારજનો એ આક્ષેપ લગાવ્યા આ સમગ્ર ઘટનાની ચોટીલા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ છે
ચોટીલા તાલુકાના ચિરોડા ભાદર ગામ પાસે આવેલ એક દલીત સમાજ ના ધાર્મિક સ્થળ ઉપર ધાર્મિક કાર્યક્રમ હતો
રાત્રિ દરમિયાન ભજન અને ભોજન નો કાર્યક્રમ હતો તે દરમિયાન ચીરોડા ભાદરના દલિત સમાજના લોકો અને બાજુમાં આવેલા હડમતીયા ગામના દલિત સમાજના લોકો ભેગા થયા હતા
આ કાર્યક્રમ શરૂ હતો તે દરમિયાન વીજળી ગુલ થઈ હતી તે દરમિયાન રીંકલ નામની યુવતી ત્યાંથી થોડે દૂર વોશરૂમ જવા માટે ગઈ હતી
યુક્તિ ને વોશરૂમ જઈને પરત આવતા થોડી વાર લાગતા યુવતી નો ભાઈ પાછળ જોવા માટે ગયો હતો
તે દરમિયાન વિછીયા તાલુકાના હડમતીયા નો અભય ઉર્ફે કરણ ભરતભાઈ પરમાર યુવતી નો હાથ પકડી ઊભો હોય તે જોતા યુવતીના ભાઈ જયસુખ અને કરણ વચ્ચે બોલાચાલી થતા કરણ તેમજ બે અજાણ્યા શખ્સો દ્વારા જયસુખ ને માથાના ભાગે તેમજ ખંભાના ભાગે માર મારવામાં આવ્યો હતો
આ સમગ્ર ઘટનાની જાણ થતા જયસુખના પરિવારજનો ત્યાં દોડી ગયા હતા તે દરમિયાન અભય અને તેની સાથે રહેલા લોકો ભાગી છુટ્યા હતા
બાદમાં જયસુખ ને હોસ્પિટલ ખાતે સારવાર વખતે ખસેડેલ અને રીંકલ અને તેના પરિવારજનો તેના ઘરે પરત ફર્યા હતા
ઘરે આવ્યા બાદ રીંકલ ને બઘા માટે ચા બનાવાનુ કહેલ અને રીંકલે બધાને ચા આપી બાથરૂમ મા ગઇ હતી
રીંકલ બાથરૂમ માથી બહાર આવ્યા બાદ ઉલટી થતા રીંકલે ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કર્યા ની પરિવારજનોને જાણ થતાં પરીવાર એ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી
વિછીયા ખાતે હોસ્પિટલે ખસેડેલ જ્યાં હાજર રહેલા ડોક્ટરે રીંકલ ને મૃત જાહેર કરી હતી અને પરિવાર જનોમા શોકનો માહોલ છવાઈ ગયો હતો
યુવતીની અંતિમ ક્રીયા બાદ
આ સમગ્ર ઘટનાને લઈ ને મૃતક યુવતીના પરિવાર જનો મોટી સંખ્યા મા ચોટીલા પોલીસ મથકે પહોચ્યા હતા અને આરોપીઓ ને તાત્કાલિક પકડી પાડવા માંગ કરી હતી
હાલ તો ચોટીલા પોલીસ મથકે કરણ ભરતભાઈ પરમાર વિરુદ્ધ જયસુખ ને માર માર્યાની અને રીંકલ ને હેરાન કરતો હોય જેથી રીંકલે ઝેરી દવા ગટગટાવી ગયેલ હોવાની ફરિયાદ દાખલ કરી છે અને આરોપીની શોધખોળ આદરી છે