ગોલાના પાલ્લા : એસીબી સફળ ટ્રેપ, એક જાગૃત નાગરીક દ્વારા ફરિયાદ
આરોપી: પિયુષભાઇ મંગળભાઇ પટેલ ઉ.વ.૪૯ ધંધો-નોકરી તલાટી કમમંત્રી રાજગઢ ગ્રામ પંચાયત હાલ હાલ રહે.જયશ્રીનગર સોસાયટી ઘર નં.૨૨, વરધરી રોડ લુણાવાડા મુળ રહે. ગોલાના પાલ્લા તા-લુણાવાડા જી-મહીસાગર
લાંચની માંગણી રકમ:રૂ.૭,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ રૂ.૭,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:રૂ.૭,૦૦૦/-
ટ્રેપની તારીખ: તા.૩૧/૧/૨૦૨૪
ટ્રેપનું સ્થળ:મોજે – સ્વામીનારાયણ મંદિર સામે, રાજ જનરલ સ્ટોર્સ કલર ઝેરોક્ષ વરધરી રોડ લુણાવાડા
ટુંક વિગત:
આ કામના ફરિયાદીના પિતાશ્રીના નામે રાજગઢ ગામમા એકમ માળનુ પાકુ મકાન આવેલ છે.જે મકાન ઉપર IDFC FIST BANK લુણાવાડા ખાતેથી રૂ.૭,૦૦,૦૦૦/- ની મોર્ગેજ લોન મંજુર થયેલ જેથી IDFC FIST BANK દ્રારા રૂ.૭,૦૦,૦૦૦/-ના બોઝાવાળી મકાનની આકારણીની માંગણી કરેલ હોય જે આકારણી કરી આપવા માટે આ કામના આક્ષેપિતે ફરીયાદી પાસે રૂ.૭૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૭,૦૦૦/- ની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ-૧ ની હાજરીમા સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.