ગુજરાતમાં થઈ શકે છે માવઠું : અંબાલાલ પટેલ | 1

Spread the love

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું, ખેડૂતોની ચિંતામાં વધારો

ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડી શરૂ થશે જે ફેબ્રુઆરી સુધી રહેશે : અંબાલાલ પટેલ

ગુજરાતમાં

unseasonal rain forecast in Gujarat : ગુજરાતમાં હાલ શિયાળાની શરુઆત થઈ ગઈ છે અને અનેક જગ્યાએ પારો નીચો ગયો છે ત્યારે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે જગતના તાતની ચિંતા વધી છે.

આ તારીખે રાજ્યમાં થઈ શકે છે માવઠું

રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે નતાલ સુધીમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે તેમજ 23મી ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ, કરા સાથે વરસાદ વરસી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં

અંબાલાલની વરસાદની આગાહીએ પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આ ઉપરાંત તેમણે આગાહી કરી છે કે 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે તેમજ 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ સિવાય તેમણે ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડી શરૂ થશે જે ફેબ્રુઆરી સુધી રહેશે તેમ જણાવ્યું હતું.

નલિયામાં 10.5 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન

ગુજરાતમાં આગામી 2-3 દિવસ સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે. ગત રાત્રિએ અમદાવાદમાં 16.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં 17થી 19 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં

ગત રાત્રિએ નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન હતું. રાજ્યમાં અન્યત્ર રાજકોટમાં 14.5, ભુજમાં 14.6, ગાંધીનગરમાં 14.9, અમરેલીમાં 16, પોરબંદરમાં 16.3, વડોદરામાં 16.4, ભાવનગરમાં 17.9, સુરતમાં 21.4 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો હતો.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *