કેશોદ : તાંત્રીક વિધી કરવાના બહાને દુષ્કર્મનો ભોગ બનાવનાર ભુવા સહિત પાંચેય આરોપી ઝડપાયાં

કેશોદ પોલીસ સ્ટેશન તાંત્રીક વિધી દ્વારા ઉપર થી રૂપીયા ખરશે તેવી લોભામણી લાલચ આપી મહીલાઓ સાથે તાંત્રીક વિધી કરવાના બહાને મહિલાઓનું શોષણ કરી દુષ્કર્મ આચરતા ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી કેશોદ પોલીસ
જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર ઈન્ચાઓર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર, કેશોદ વિભાગ પોલીસ સ્ટેશન વિસ્તારમા કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર કર્યા અંગેની કોઈ હકીકત મળી આવ્યે તાત્કાલીક એકશનમા આવી કાર્યવાહી કરવાની આપેલ સુચના મુજબ ગઈ તારીખ ૧૫/૧૨/૨૦૨૩ ના રોજ એક ભોગ બનનાર બહેનને કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાના ઉપર થયેલ અત્યાચાર ની આપવીતી હકીકત જાહેર કરેલ કે, ગઈ તારીખ ૦૯/૧૨/૨૦૨૩ ના આરોપી ફેજલ પરમાર એ ટેલીફોન થી ભોગાબનનારને જાણ કરેલ કે, એક ભુવાજી છે જે તાંત્રીક વિધી દ્વારા ઉપર થી રૂપીયા ખેરે છે.

તેમ કહી ભોગ બનનારને રૂપીયા આપવાની લાલચ આપી તેઓને ગઈ તારીખ ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ કેશોદ એસ.ટી ડેપો ખાતે બોલાવી ત્યાથી આરોપી ફેજલ હ્યુનુસભાઈ પરમાર, વિજય બાબુભાઈ વાઘેલા, નારણ સોમાતભાઈ બોરખતરીયાના ઓએ ભોગ બનનારને બુલેટ ઉપર બેસાડી કેશોદ બાયપાસ ચોકડી પાસે લઈ જઈ ત્યા પાંચેય આરોપીઓએ કાવતરૂ રચી ભોગ બનનારને ઈનોવા કારમા બેસાડી ટીનમસ ગામની સીમમા લઈ જઈ ત્યા તાંત્રીક વિધી કરવાના બહાને સાગર ઉર્ફે ભીખુ ધીરૂભાઈ બગથરીયા ભોગબનનારના શરીર ઉપર અડપલા કરી છેડતી કરી

ત્યા મહેમાનો આવી જતા વિધી થાય તેમ નથી તેમ જણાવી ભોગબનનારને ત્યાથી કેશોદના મેસવાણ ગામની સીમમા એક ખેતરે લઈ જઈ ત્યા એક રૂમમા સાગર ઉર્ફે ભીખુ ધીરૂભાઈ બગથરીયા એ ભોગબનનાર ને તાંત્રીક વિધી ના બહાને બળજબરી પુર્વક દુષ્કર્મ આચરવા જતા ભોગ બનનારેના પાડતા સાગર ભુવાજીએ જ્ઞાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી પુર્વક દુષ્કર્મ આચરી ફરી વખત બોલાવવા માટે અડધી વિધી થયેલ છે હજી બાકીની વિધી માટે ફરીથી આવવુ પડશે તેમ જણાવી ત્યાથી ભોગબનારને મુકત કરેલ બાદ

તા ૧૪/૧૨/૨૦૨૩ ના રોજ ફરીથી વિધીના બહાને ભોગ બનનારને બોલવતા ભોગ બનનારે ફરી તેની સાથે કોઈ ખરાબ કુત્ય કરશે. તેવી દેહશત જણાતા ભોગ બનનાર કેશોદ પોલીસ સ્ટેશન આવી તેઓએ ઉપરોકત પોતાના પર થયેલ આપવીતી જણાવતા કેશોદ પોલીસ સ્ટેશનમા તેઓની ફરીયાદ લઈ સાગર ઉર્ફે ભીખુ ધીરૂભાઈ બગથરીયા, ફેજલ હ્યુનુસભાઈ પરમાર, વિજય બાબુભાઈ વાઘેલા, નારણ સોમાતભાઈ બોરખતરીયા, સિકંદર અલીભાઈ દેખૈયા વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં ફસ્ટ -૧૧૨૦૩૦૩૦૨૩૦૯૫૨/૨૦૨૩ આઇ.પી.સી કલમ. ૩૫૪(એ)(૧)(i),૩૭૬,૫૦૬(૨),૧૨૦(બી) તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(R)(S), ૩(૨)(૫) મુજબનો ગુન્હો( રજી. કરી આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરેલ છે.
નાયબ પોલીસ અધીક્ષક એ.એસ.પટણી, પોલીસ ઇન્સ્પેકટર બી.બી.કોળી પોલીસ સબ ઈન્સપેકટર એસ.એન.સોનારા,પોલીસ હેડ કોન્સ્ટેબલ કીરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ રોહીત મોહનભાઈ ભંભાણા, માનસિંહ ખુમાણભાઈ ભલગરીયા, અમરસિંહ હામાભાઈ જુજીયા તેમજ જુનાગઢ ક્રાઈમ બ્રાંચ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીઓ ને ઝડપી લીધા છે. કેશોદ પોલીસ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે રીમાન્ડ ની માગણી કરવામાં આવશે.