ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા કાંકરેજ ગાયને સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ | Great 1

Spread the love

ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા કાંકરેજ ગાયને એમબ્રીઓ ટ્રાન્સફર

બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ ગાય માંથી સારી ઓલાદો અને વધુ દૂધ પશુપાલકો કેવી રીતે મેળવી શકે તે માટે દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં 5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપી શકશે જેથી પશુપાલકોને મોટો ફાયદો થશે જાણીએ.

કાંકરેજ ગાય

બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે એશિયાની નંબર વન બનાસ ડેરી પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે.

બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે અને દર વર્ષે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને કેવી રીતે ફાયદો થાય તે હેતુથી અલગ અલગ બનાસ ડેરી દ્વારા અભિયાન શરૂ કરવામાં આવે છે ત્યારે બનાસ ડેરી વધુ દૂધ ઉત્પાદન આપવી કાંકરેજ ગાયની નવી પેઢી ઊભી કરવા અને પશુ દૂધ ઉત્પાદનમાં વધારો કરવા કમર કસી છે.

ભારતમાં સૌપ્રથમ વાર એનડી ડીબી ના સંયોગથી એબ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો આરંભ કરવામાં આવ્યો હતો આ ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા મળી છે અને બનાસ ડેરી દ્વારા સમગ્ર જિલ્લાના પશુપાલકોના કાંકરેજી અને એચએફ ગાયોમાં ગર્ભપત્યા રોપણ કરવામાં આવી રહ્યું છે. થરાદના ચાંગડા ખાતે કાંકરેજ ગાયને એમબ્રીઓ ટ્રાન્સફર ટેકનોલોજી ની મદદથી કાંકરેજ ગર્ભ પ્રત્યારોપણ થકી જન્મેલ બે વાછરડા તંદુરસ્ત જોવા મળ્યા.

બનાસ ડેરી દ્વારા 2021 માં 22 જુલાઈએ દિયોદરના રહ્યા થી એમબ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી નો આરબ કરાવ્યો હતો તે બાદ બનાસ ડેરી દ્વારા જિલ્લાના દરેક ગામોમાં કાંકરેજી ગાય અને એચએફ ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવી રહ્યું છે.

જેમાં સૌપ્રથમવાર પ્રયોગ ધાનેરાના સોતરવાડા ગામમાં કરવામાં આવ્યો હતો ત્યાંની 25 l દૂધ આપતી ગર્ભ વાળી ગાય અને 25 લીટર ઉપર વાળા સાંઢના બીજથી બીજથી કાંકરેજ ગાયમાં એક મહિના પહેલા તૈયાર કરાયેલ ગર્ભ એચએફ ગાયમાં ટ્રાન્સફર કરીને સ્વસ્થ કાકરેજ વાછરડાનો જન્મ કરાવવા બનાસ ડેરીને મોટી સફળતા મળી હતી આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 482 કાંકરેજ ગાયમાં ગર્ભ પ્રત્યારોપણ કરાયો છે.

જેમાંથી 54 ગાયો ગાભણ થઈ છે અને 34 ગાયોનું વિયાણ થયું છે તેમાં 19 કાંકરેજ વાછરડી તથા 15 વાછડાને જન્મ થયો છે એવી જ રીતે એચએફ ગાયોમમાં 67 ગર્ભ પ્રત્યારોપણ કરાયો છે. તે ઉપરાંત એમ્બ્રિયો ટ્રાન્સફર યોજના અંતર્ગત કુલ 263 ગર્ભ હત્યા રોપણ કરવામાં આવી છે જેમાંથી 34 પશુ ગાભણ થયા છે એબ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં બનાસ ડેરી ને સફળતા પ્રાપ્ત થઈ છે.

ખેડૂતના ઘરે સેક્સ શોર્ટડ સિમેન ડોઝથી બનાવેલા ગર્ભ પ્રત્યારોપણ યોજના અમલમાં મૂકી છે જેથી પાંચ લીટર વાળી ગાય માંથી પણ દૈનિક 20 લીટર થી વધુ દૂધ આપી શકે તેવા ભારતીય નસલના બચ્ચા પેદા કરીને ખેડૂતો પગ પર થઈ શકશે.

કાંકરેજ ગાયને એમબ્રીઓ ટ્રાન્સફર કરાયું

ચાંગડા ખાતે કાંકરેજ ગાયને એમબ્રીઓ ટ્રાન્સફર ટેકનોલોજી

કાંકરેજી ગાય અને એચએફ ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવી રહ્યું

5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપી શકશે

બનાસ ડેરી દ્વારા 2021 માં 22 જુલાઈએ દિયોદરના રહ્યા થી એમબ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી નો આરબ કરાવ્યો હતો.

Link 1

Link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *