ભારત સરકારના સ્કીલ ઇન્ડિયા ના બેનરો લગાવી તાપીમાં ઓનલાઇન માર્કેટિંગનાં નામે મોટુ સ્કેમ બહાર આવાની શક્યતા.

ઓનલાઇન માર્કેટિંગ : વ્યારાનાં સીટી મોલ કો કોમર્સ હબ દ્વારા સુપરવાઇઝરની જોબ આપવાના નામે યુવતીને બોલાવ્યા બાદ 50000 પડાવી ખેતરપિંડી કર્યા હોવાના આક્ષેપો
ગત રોજ ચેનલ દ્વારા કઈ રીતે એક યુવતીને સુપરવાઇઝરની જોબ આપવાના નામે,વ્યારા ઓફિસે બોલાવી,50000 રૂપિયા જેટલી રકમ પડાવી છેતરપિંડી થયા હોવાના આક્ષેપો થયા હતા, ત્યાં આજે સ્થળ તપાસ કરાતા ભારત સરકારના સ્કીલ ઇન્ડિયાના બોર્ડ મારી લોકોને છેતરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
આજના સોશિયલ મીડિયાના જમાનામાં Instagram જેવી સોશિયલ સાઇટ પર બેરોજગાર,યોગ્ય ઉપયોગ સાથે મિત્રતા કેળવી કઈ રીતે છેતરપિંડી કરવામાં આવે છે તેનો એક ચોકાવનારો કિશોર તાપી જિલ્લાની આદિવાસી યુવતીનો સામે આવ્યો હતો.

ત્યારે આ દિશામાં ખરેખર વાસ્તવિકતા શું છે તે તપાસવા ચેનલની ટીમયુવતીએ દર્શાવેલ ઓફિસે તપાસ કરવા પહોંચી હતી.જ્યાં ભારત સરકારના સ્કીલ ઇન્ડિયાનું બોર્ડ મારી,પહેલા તો લોકોનેસુપરવાઇઝર જેવી નોકરીઓ આપવાના નામે ઓફિસે બોલાવવામાં આવે છે.અને ત્યારબાદ ઓનલાઇન માર્કેટિંગના નામે,હજારો રૂપિયા પડાવી,બે પાંચ હજાર રૂપિયાના કપડા,આપી અને ઓનલાઇન વેચવાનું કામ સોંપવામાં આવે છે.અને જ્યાં સુધીભોગ બનનાર વ્યક્તિને પોતે છેતરાયા હોવાનું સમજાય તે પહેલા તો 50000 રૂપિયાનું સ્કેમ કરી નાખવામાં આવે છે.

ત્યારે આ કિસ્સામાં સવાલ એ ઉભો થાય છે કે.
કોની પરવાનગીથી ભારત સરકારના સ્કીલ ઇન્ડિયાનું બોર્ડ અહીં મારવામાં આવ્યું છે?
જો આ કંપની ઓનલાઈન માર્કેટીંગ નું કામ કરતી હોય તોખોટી રીતે સુપરવાઇઝર ની જોબ આપવાનું નામ આપીને કેમ લોકોને બોલાવવામાં આવે છે?
40 જેટલા એમ્પ્લોય ઓફિસમાં રાખીને કંપની કેવી રીતે એમને પગાર ચૂકવે છે?
શું કર્મચારીઓને પીએફ કાપવામાં આવે છે?
કર્મચારીઓનો પગાર બેંકમાં કરવામાં આવે છે?
આ કંપની સરકારને જીએસટી કે અન્ય સેલ ટેક્સ જેવા ટેક્સ ચૂકવે છે ખરી??
અને કંપનીની પોતાની કોઈ એવી ઓનલાઈન સાઇટ જ નથી તો કપડાંકયારની કોસ્મેટિક વસ્તુઓ વેચવાની ક્યાં?
જે વ્યક્તિ અહીં આવે છે તેની પાસે કેમ અન્ય મિત્રોના નંબર ડાયરીમાં લખાવવામાં આવે છે?
જો ઓનલાઇન માર્કેટિંગ નું કામ હોય તોતમે તમારા મિત્રોને લાવીને આના સભ્યો બનાવો એવી ચેન કેમ ચલાવવામાં આવે છે??
અને સવાલ એ પણ ઉભો થાય છે કે આ કંપનીની અન્ય શાખાઓ ક્યાં છે અને એનું મુખ્ય મથક ક્યાં છે?
કંપનીના મુખ્ય ફાઉન્ડર કોણ છે?
હું સરકારમાં કંપની નોંધાયેલી છે?
નગરપાલિકા પાસે વ્યવસાય વેરાનું લાયસન્સ લીધું છે?
કંપનીએ ગુમાસ્તાધારા નું લાયસન્સ લીધું છે?
આવા અનેક સવાલોના જવાબ જાણવાની કોશિશ ઓફિસની બહાર રહીજાણવાની કોશિશ કરી…
ત્યારે સ્થળ પરપોતાને આ કંપનીનોઅહીંનો હેડ બતાવવા વાળી યુવતીએકયા પ્રકારે ગોળ ગોળ જવાબો આપ્યા આવો સાંભળીએ…
મનીષા ગાવીત વ્યારા બ્રાન્ચ મેનેજર અને સ્કેમ કરનાર કંપનીની માસ્ટરમાઈન્ડ