નિયમ વિરુદ્ધ જઈ ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટની ઓળખ છતી થાય તેવા સવાલો પૂછવામાં આવ્યા
પેનલમાં બેઠેલા આઈસીડીએસના નિયામક ઉપર પેપર કાંડ મામલે એસઆઇટીની તપાસ ચાલુ છે
જીપીએસસી દ્વારા વર્ષ 2022 માં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળની ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરની 69 જગ્યા પર ભરતી માટેની જાહેરાત આવેલી હતી. જેની પ્રાથમિક કસોટી તારીખ 25 9 2022 ના રોજ યોજવામાં આવેલી હતી. ત્યારબાદ ક્વોલીફાઈ થયેલ 697 મહિલાઓના ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ 311 મહિલા ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે પસંદ કરાયેલા હતા.
સદર 311 મહિલાઓને રૂબરૂ મુલાકાત અર્થે તારીખ 5\12\2023 થી તારીખ 5 1 2024 દરમિયાન બોલાવવામાં આવ્યા હતા. આટલી સંખ્યામાં ઉમેદવારોને બોલાવેલા હોવા છતાં સમગ્ર ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ફક્ત એક જ પેનલ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના જ અધિકારીઓને પેનલ મેમ્બર તરીકે સામેલ કર્યા હતા જેમાં આઇસીટીસીએસના નિયામક રણજીત કુમાર સિંહ ને પણ સામેલ રાખવામાં આવ્યા હતા.
જેવો સામે હાલ બીપીએસસી ની પ્રાથમિક પરીક્ષાના પેપર લીક કરવા અંગેના આક્ષેપો હોવાથી તેમની તપાસ ચાલુ છે. ઉપરાંત તેઓ સરકારના લાભનું પદ ધરાવતા હોવા છતાં પ્રાઇવેટ એકેડેમી સાથે જોડાઈ ઇન્ટરવ્યૂ ની તૈયારી કરાવે છે જેના કારણે તે જ એકેડમીની ઘણી બધી મહિલાઓ પ્રાથમિક કસોટીમાં ઓછા માર્ક્સ હોવા છતાં નિમણૂક પામેલ છે.
ઉપરાંત તેઓ દ્વારા 69 જગ્યા પર ભરતી માટે તેમના જ ખાતામાં વિવિધ હોદ્દા પર ફરજ બજાવતી તથા તેમના સંપર્કમાં આવેલી 50થી વધુ બહેનોને રૂબરૂ મુલાકાતમાં વધુ માર્કસ આપી નિમણૂક અપાયેલ છે જે રૂબરૂ મુલાકાત બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામ પરથી સાબિત થઈ આવે છે.

વધુમાં તેમની જ કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને સૌથી વધુ 77 માર્ક્સ રૂબરૂ મુલાકાતમાં આપી પ્રથમ સ્થાન અપાયેલ છે જ્યારે ખૂબ જ અનુભવી તેમજ ખૂબ જ ઊંચી પદવી ધરાવતી અન્ય મહિલાઓને રૂબરૂ મુલાકાતમાં યોગ્ય પ્રત્યુતર આપવા છતાં ફક્ત 30 થી 40 માર્ક્સ આપી બિન સફળ જાહેર કર્યા હતા.
પ્રથમ દિવસે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારી દ્વારા રૂબરૂ મુલાકાતના અંતે 15માંથી સાત બહેનોને માર્ક્સની લ્હાણી કરતા હોય તેમ માર્ક્સ આપીને નિમણૂક અપાયા હતા. આ ઉપરાંત જીપીએસસીના નિયમોની અવગણવા કરી ઉમેદવારોની અંગત ઓળખ ક્ષતિ થાય તેવી ઘણી બધી માહિતી પેનલ મેમ્બર દ્વારા રૂબરૂ મુલાકાતમાં પૂછવામાં આવી હતી જેને ઉમેદવાર સાથે થયેલ અન્યાયને છતું કરે છે.
આમાં બધા કારણોથી અન્યાયનો ભોગ બનેલી મહિલાઓને અન્યાયના દેવતાનો દરવાજો ખખડાવ્યો છે સદર ભરતીમાં તેમને થયેલી અન્યાય સામે તેમને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરેલ છે.
LINK 1