અમદાવાદમાં DRIએ 25 કરોડનું કેટામાઈન ડ્રગ્સ ઝડપ્યું, ગાંધીનગર થી થાઈલેન્ડનું કનેક્શન ખૂલ્યું, કીમિયો ફેલ
ahmedabad news: DRIએ 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઈન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, આ ડ્ર્ગ્સ ગાંધીનગરથી બેંગકોક અને થાઈલેન્ડ ડ્રગ્સ મોકલાવાનું હતું.



અમદાવાદમાં એર કાર્ગો કોમ્પ્લેકક્ષ પરથી કેટામાઈન ડ્રગ્સ ઝડપાયું છે. DRI એ 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઈન ડ્રગ્સ ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિગતો મુજબ ગાંધીનગરથી બેંગકોક અને થાઈલેન્ડ ડ્રગ્સ મોકલાવાનું હતું.
3 આરોપીની ધરપકડ
‘હાઇડ્રોક્સિલિમાઇન હાઇડ્રોક્લોરાઇડ’ કેમિકલની આડમાં આ ડ્રગ્સ છુપાવાયુ હતુ. ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓની હાજરીમાં કન્સાઈનમેન્ટની તપાસ કરાઈ છે. FSLની ટીમે કન્સાઈનમેન્ટમાં કેટામાઈન હોવાની પુષ્ટિ કરી હતી. NDPS એક્ટ હેઠળ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, DRIએ ગાંધીનગર પોલીસ સાથે મળી ફેક્ટરીમાં કાર્યવાહી કરી છે. જેમાં 46 કિલો શંકાસ્પદ પાવડર પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ડ્રગ્સ મળવાનો સિલસિલો
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ અમદાવાદમાં MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. રૂપિયા 3.95 લાખની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરાઈ છે. શહેરના બાકરોલ સર્કલ નજીકથી ગુલામ દસ્તગીર ઘાંચી નામના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે આરોપી રીક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો હતો.